બિહારઃ 24 કલાકમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 24 લોકોનાં મોત, આશ્રિતોને આર્થિક મદદની જાહેરાત
પટના, નવી દિલ્હી, 05 મે (હિ.સ.) સોમવારે સાંજથી મોડી રાત સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળી પડવાથી 7 બાળકો સહિત કુલ 24 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે, આગામી 48 થી 72 કલાકને અત્યંત સંવેદનશીલ ગણાવ્યા છે. રાજ્ય સરકારે
વઘફોી


પટના, નવી દિલ્હી, 05

મે (હિ.સ.) સોમવારે

સાંજથી મોડી રાત સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળી પડવાથી 7 બાળકો સહિત કુલ 24 લોકોના મોત થયા

હતા. હવામાન વિભાગે, આગામી 48 થી 72 કલાકને અત્યંત સંવેદનશીલ ગણાવ્યા છે. રાજ્ય સરકારે

શોકગ્રસ્ત પરિવારોને તાત્કાલિક 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

રાજ્ય આપદા વ્યવસ્થાપન વિભાગે આપેલી મળેલી માહિતી મુજબ,”ગયામાં સૌથી વધુ 6 લોકોના મોત થયા

છે. તે જ સમયે, પૂર્વ-પશ્ચિમ

ચંપારણમાં પણ 6 લોકોના મોત થયા

છે. ગયા સોમવારે મોડી સાંજે હવામાનએ અચાનક ભયાનક વળાંક લીધો હતો. આકાશ કાળા

વાદળોથી ઘેરાયેલું હતું. વરસાદ અને વાવાઝોડાએ વ્યાપક વિનાશ કર્યો હતો. રાજ્યભરમાં

વીજળી પડવાથી અને વૃક્ષો પડી જવાથી 24 લોકોના મોત થયા છે.”

કયા જિલ્લામાં કેટલા મૃત્યુ થયા?

-પટના જિલ્લામાં પૂરને કારણે વૃક્ષો અને દિવાલ ધરાશાયી થતાં

2નાં મોત

-પૂર્વ ચંપારણમાં 6ના મોત

-ગયામાં 6ના મોત

-ઔરંગાબાદમાં વીજળી પડવાથી 3ના મોત

-રોહતાસ જિલ્લામાં 1નું મોત

-વૈશાલીના લાલગંજમાં એક મહિલાનું અને સંદેશ પોલીસ સ્ટેશન

વિસ્તારમાં એક યુવાનનું મોત થયું હતું.

-સીતામઢીમાં 2 મહિલાઓની મોત

-નાલંદામાં ઝાડ પડવાથી 2ના મોત

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ, વીજળી પડવાથી થયેલી જાનહાનિ પર

ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે તાત્કાલિક દરેક શોકગ્રસ્ત પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે આગામી, 48 થી 72 કલાકને અત્યંત સંવેદનશીલ ગણાવ્યા છે. તે જ સમયે, પટના સહિત 10 જિલ્લાઓમાં રેડ

એલર્ટ લાગુ છે.

હિન્દુસ્થાન સમાચાર/ગોવિંદ ચૌધરી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande