ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
ગાંધીનગર, 01 જૂન (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડની યાદ
ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પૂરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર


ગાંધીનગર, 01 જૂન (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા આગામી તા. ૧૧ જૂન, ૨૦૨૬ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાને લગતી માહિતી, માર્ગદર્શન અને પરામર્શ માટે હેલ્પલાઇન સેવા તા. ૦૩ જૂનથી કાર્યરત થશે અને તા. ૨૦ જૂન, ૨૦૨૬ સુધી ચાલશે. હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. જેના પર માર્ગદર્શન મેળવવાનો સમય દરરોજ સવારે ૧૧:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

આ હેલ્પલાઇન પર નિષ્ણાતો, કાઉન્સેલરો તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને જરૂરી માર્ગદર્શન અને પરામર્શ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande