અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તપાસમાં કશું શંકાસ્પદ ન મળ્યું
અમદાવાદ, 01 જૂન (હિ.સ.) : અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસ અને ફાયર ની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે. નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન એસીપી,બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ
sports club near Sardar Patel Stadium


અમદાવાદ, 01 જૂન (હિ.સ.) : અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસ અને ફાયર ની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે. નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન એસીપી,બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે ગુજરાત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવા અંગેની જાણ થઈ હતી. એક રૂમમાં ચિઠ્ઠી મળી આવી હતી જેમાં બોમ્બ હોવા અંગેનું લખ્યું હતું. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન એસીપી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે અત્યાર સુધીમાં કશું શંકાસ્પદ મળી આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સ્પોર્ટ્સ ક્લબના એક રૂમમાં ગેસ્ટ માટે રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. વિદેશથી આવેલા કેટલાક નાગરિકો માટે આ રૂમ બુક કરાવ્યો હતો. જેમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં બોમ્બ હોવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande