મુસાફર સેવા અને સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ, સ્ટેશન માસ્તરે ભૂલાયેલું પર્સ પરત કર્યું
ભાવનગર, 01 જૂન (હિ.સ.) : આજે તા. 01 જૂન 2026 ના રોજ ગાડી ક્રમાંક 19217 બાંદ્રા–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર વિરપુર સ્ટેશન પર ઉતરતી વખતે પોતાનું પર્સ કોચ B-1 માં પોતાની બેઠક પર ભૂલી ગયા હતા. વિરપુરના સ્ટેશન માસ્ટર દ
મુસાફર સેવા અને સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ


ભાવનગર, 01 જૂન (હિ.સ.) : આજે તા. 01 જૂન 2026 ના રોજ ગાડી ક્રમાંક 19217 બાંદ્રા–વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર વિરપુર સ્ટેશન પર ઉતરતી વખતે પોતાનું પર્સ કોચ B-1 માં પોતાની બેઠક પર ભૂલી ગયા હતા. વિરપુરના સ્ટેશન માસ્ટર દ્વારા જેટલસરના ફરજ પર રહેલા સ્ટેશન માસ્ટર કૌશલ કિશોર સિંહને આ અંગે જાણ કરવામાં આવી હતી.

સ્ટેશન માસ્ટરએ તાત્કાલિક કાર્યવાહી કરતાં RPF જેટલસરના ફરજ પર રહેલા સ્ટાફ ઉદયભાઈના સહયોગથી પર્સની શોધખોળ કરી તેને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું અને મુસાફર જેટલસર સ્ટેશન પર પહોંચતા તેમને પરત સોંપ્યું. પર્સમાં ₹10,000 રોકડ રકમ તેમજ અંદાજે ₹12,000 કિંમતનો મોબાઇલ ફોન હતો.

રેલવે કર્મચારીઓની ઈમાનદારી, ત્વરિત કાર્યવાહી અને કર્તવ્યનિષ્ઠાથી પ્રભાવિત થઈ મુસાફરે રેલવે પ્રશાસનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande