વઢવાણ સિટી રેલવે સ્ટેશનના કર્મચારીઓએ ભૂલાયેલું પર્સ મહિલાને પરત કર્યું
ભાવનગર, 01 જૂન (હિ.સ.) : મુસાફર સેવા અને સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાનું વધુ એક સરાહનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ગાડી નંબર 59203 સુરેન્દ્રનગર– ભાવનગર પેસેન્જરમાં મુસાફરી કરી રહેલી એક મહિલા મુસાફર વઢવાણ સિટી સ્ટેશન પર પોતાનું પર્સ ભૂલથી છોડીને
વઢવાણ સિટી રેલવે સ્ટેશનના કર્મચારીઓએ ભૂલાયેલું પર્સ મહિલાને પરત કર્યું


ભાવનગર, 01 જૂન (હિ.સ.) : મુસાફર સેવા અને સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાનું વધુ એક સરાહનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ગાડી નંબર 59203 સુરેન્દ્રનગર– ભાવનગર પેસેન્જરમાં મુસાફરી કરી રહેલી એક મહિલા મુસાફર વઢવાણ સિટી સ્ટેશન પર પોતાનું પર્સ ભૂલથી છોડીને ચાલી ગયા હતા. માહિતી મળતાં જ વઢવાણ સિટી રેલવે સ્ટેશનના કર્મચારીઓએ તત્પરતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં પર્સને સુરક્ષિત રાખ્યો અને જરૂરી ચકાસણી બાદ મુસાફરના ભાઈને સલામત રીતે પરત સોંપ્યો. મુસાફર તથા તેમના પરિવારજનોએ રેલવે કર્મચારીઓની સંવેદનશીલતા, સતર્કતા અને ઉત્તમ સેવાભાવ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો.

પશ્ચિમ રેલવે હંમેશા પોતાના મુસાફરોની સેવા, સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande