ભાવનગરના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ
ભાવનગર,10 જૂન (હિ.સ.)વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB)ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિ
કાર્યશાળા યોજાઈ


ભાવનગર,10 જૂન (હિ.સ.)વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB)ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો.

કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના લાભો, જમીનની ઉર્વરતા જાળવવામાં તેની ભૂમિકા, બાગાયતી પાકોમાં તેનો ઉપયોગ અને માનવ જીવન પર તેની સકારાત્મક અસર અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના નિયામક ડૉ. અરુણ દવે દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા. માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન મહેન્દ્રભાઈ કવાડે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર જે. એન. પરમારે પ્રાકૃતિક કૃષિના ફાયદા, મહત્વ અને ખેતી બચાવવા માટેની આવશ્યકતા અંગે માહિતી આપી હતી.

નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશીએ બાગાયતી યોજનાઓ અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના ઉપયોગ અંગે સમજણ આપી હતી. જ્યારે કે.વી.કે.ના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લાએ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે પ્રાકૃતિક કૃષિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતા મેળવનારા ખેડૂતો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ કૃષિ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને તકનીકોની માહિતી મેળવી હતી. કાર્યશાળાએ ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે નવી જાગૃતિ અને પ્રેરણા જગાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande