હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે એબીવીપીનો ઉગ્ર વિરોધ, કુલપતિ પર નકલી નોટો ઉડાવી
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 15 ટકા વધારો જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને વહીવ
ફી વધારા સામે ABVPનો ઉગ્ર વિરોધ, કુલપતિ પર નકલી નોટો ઉડાવી


ફી વધારા સામે ABVPનો ઉગ્ર વિરોધ, કુલપતિ પર નકલી નોટો ઉડાવી


પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 15 ટકા વધારો જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી.

વિરોધ દરમિયાન ABVPના કાર્યકરો કુલપતિની ચેમ્બરમાં ધસી ગયા હતા અને તેમના પર નકલી 500 રૂપિયાની નોટો ઉડાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સંગઠને આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ નાખીને ખાનગી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને લાભ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ABVPના પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈ એ જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી કુલપતિ અને રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એડમિશનના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ અચાનક ફી વધારો કરવાથી હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર આર્થિક અસર પડશે.

વિદ્યાર્થી સંગઠને ચેતવણી આપી છે કે જો ફી વધારાનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો પ્રતીક ધરણા, યુનિવર્સિટીના મુખ્ય ગેટને તાળાબંધી અને રસ્તા જામ જેવા ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ABVPએ વિદ્યાર્થીઓના હિતમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં આંદોલન તેજ કરવાની પણ જાહેરાત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande