અતુલ રેલવે સ્ટેશન પરથી 307 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
વલસાડ, 10 જૂન (હિ.સ.) ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના અતુલ રેલવે સ્ટેશન પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 307 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં
સ્ટેટ મોનેટરિંગ સેલ


વલસાડ, 10 જૂન (હિ.સ.) ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના અતુલ રેલવે સ્ટેશન પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 307 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ SMCના PSI જે.એચ. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી કે અતુલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર ટ્રેન મારફતે વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી.

કારરવાઈ દરમિયાન ઉદવાડા નિવાસી અનિલ ચોસિયા અને અતુલ ગામના જિગર મોરિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 307 બોટલ વિદેશી દારૂ તેમજ બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,60,845નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી બાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. જોકે સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે રેલવે સ્ટેશન મારફતે દારૂનો આટલો મોટો જથ્થો પહોંચ્યો ત્યારે વલસાડ GRPની નજર ક્યાં હતી?

હવે તપાસમાં દારૂના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પોલીસ પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande