પાટણમાં સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 10 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે કડવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 1 થી 10મ
પાટણમાં સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 10 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સિદ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે કડવા પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક, ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, કાયદાવિદ ડો. મનોજભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, કનુભાઈ પટેલ, વિરલ પટેલ અને યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સિદ્ધરાજ ફાઉન્ડેશનના પ્રમુખ રવિ પ્રજાપતિ, મનોજભાઈ, મેહુલભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ, રાજુભાઈ, હિંમતસિંહ રાજપૂત, ઈશ્વરસિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ રાજપૂત, હરેશ સેનમા અને હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande