
ભાવનગર, 10 જૂન (હિ.સ.) મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા સ્ટેશન ખાતે યાર્ડ રિમોડેલિંગ તેમજ નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પરના નિર્ધારિત સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ટ્રેનોને નજીકના સ્ટેશનો પર વૈકલ્પિક સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેથી યાત્રિયોને ઓછામાં ઓછી અસુવિધા થાય.
અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
વિશ્વામિત્રી (VS) સ્ટેશન પર તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવશે:
• ટ્રેન નં. 09208 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તા. 18 જૂન, 2026ના રોજ વડોદરાના સ્થાને વિશ્વામિત્રી સ્ટેશન પર રાત્રે 23:15 થી 23:20 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ તા. 19 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 15:40 થી 15:45 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ તા. 21 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 20:40 થી 20:45 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તા. 22 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:00 થી 22:05 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 22 અને 23 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 10:09 થી 10:11 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 23 અને 24 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 17:42 થી 17:43 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22963 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ તા. 22 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22935 બાંદ્રા ટર્મિનસ–પાલીતાણા એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22989 બાંદ્રા ટર્મિનસ–મહુવા એક્સપ્રેસ તા. 24 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
બાજવા (BJW) સ્ટેશન પર તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવશે:
• ટ્રેન નં. 19255 સુરત–મહુવા એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ બાજવા સ્ટેશન પર 23:30 થી 23:35 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 19256 મહુવા–સુરત એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ બાજવા સ્ટેશન પર 04:00 થી 04:05 કલાક સુધી રોકાશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે, મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ, NTES અથવા રેલવે હેલ્પલાઇન મારફતે મેળવી લે.
રેલવે પ્રશાસનને વિશ્વાસ છે કે, આ મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ વડોદરા સ્ટેશન પર રેલ સંચાલન વધુ સુરક્ષિત, આધુનિક અને કાર્યક્ષમ બનશે, જેનો લાંબા ગાળે મુસાફરોને લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ