ગાંધીનગરમાં 'સ્વચ્છતા સપ્તાહ' અંતર્ગત જળાશયો અને ખુલ્લા પ્લોટોની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : વડાપ્રધાનના 12 વર્ષના અભૂતપૂર્વ અને સફળ કાર્યકાળની ઉજવણીના ઉપલક્ષમાં સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ''સ્વચ્છતા સપ્તાહ''ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત આજરોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જળાશયો અને ખુલ્લા
સ્વછતા અભિયાન


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : વડાપ્રધાનના 12 વર્ષના અભૂતપૂર્વ અને સફળ કાર્યકાળની ઉજવણીના ઉપલક્ષમાં સમગ્ર ગાંધીનગર જિલ્લામાં 'સ્વચ્છતા સપ્તાહ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત આજરોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જળાશયો અને ખુલ્લા પ્લોટોની સફાઈ માટે એક વિશેષ અને સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતાના આ મહાઅભિયાન અંતર્ગત આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકોના સહયોગથી ગામના તળાવો, નદી કિનારા, કુદરતી જળાશયો તેમજ સરકારી અને ખાનગી ખુલ્લા પ્લોટોમાં એકત્રિત થયેલો કચરો અને ઝાંખરા-ઝાડીઓની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની જાળવણી અને વિસ્તારને પ્લાસ્ટિક તેમજ કચરામુક્ત બનાવવાનો છે.

ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને, જાહેર આરોગ્યની સુરક્ષા કાજે આ ઝુંબેશમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. જે અંતર્ગત પાણીના ભરાવાવાળા નીચાણવાળા સ્થાનો અને હેન્ડપંપની આસપાસ જમા થયેલા પાણીનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. મચ્છરોની ઉત્પત્તિ અને તેનાથી ફેલાતા રોગચાળાને અટકાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સઘન પગલાં લેવામાં આવ્યા છે.

વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને તેમના 12 વર્ષના સેવાકાળને બિરદાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન આપીને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande