
ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) અકસ્માતનો અનડીટેકટ ગુન્હો ગઇ તા.૦૪/૦૬/૨૦૨૬ ના કલાક ૦૧/૦૦ વાગ્યે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હોય, જે અનડિટેક્ટ ગુન્હો શોધી કાઢવા સારૂ જે ગુન્હાના આરોપીને પકડવા સારૂ અલગ-અલગ ટીમ બનાવી એક અજાણ્યા ફોર વ્હીલર કારની તપાસમાં હતાં. તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેલનીકલ સર્વેલન્સ આધારે ગુન્હામાં સંડોવાયેલ વાહન તથા અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
સદરહું ગુન્હાની તપાસ દરમ્યાન બનાવ સ્થળનું પંચનામુ કરવામાં આવેલ તેમજ બનાવ વખતે બનાવ સ્થળે હાજર તથા બનાવને લાગતા વળગતા સાહેદોના નિવેદનો લેવામાં આવેલ તેમજ બનાવ સબંધે ટેકનીકલ પુરાવા મેળવતા ઉપરોક્ત અકસ્માતનો બનાવ ધોકડવા જશાધાર રોડ ઉપર આવેલ આશુતોષ ફાર્મ પાસે રોડ ઉપર આશુતોષ ફાર્મના સંચાલકે ચારોલુ નો ઢગલો રોડ ઉપર કરેલ હોવાથી સદરહું બનાવ બનેલ હોવાની હકિકત જણાઈ આવતા, ઉપરોક્ત ગુન્હાના કામે એફ.આઇ.આર. માં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૫ મુજબ કલમ ઉમેરા બાબતેનો રિપોર્ટ આપતા નામદાર કોર્ટ તરફથી કલમ ઉમેરો ગ્રાહ્ય રાખતા ગુન્હામાં સંડોવાયેલ આશુતોષ ફાર્મ હાઉસના સંચાલક અશોકભાઈ બાલુભાઈ બલદાણીયા રહે.ધોકડવા વાળા ને ગઇ તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ ધોરણસર અટક કરી તેના સામે ગીર સોમનાથ પોલીસે ધોરણસર કાર્યવાહી કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ