
ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્રારા પોલીસ તથા પોલીસ પરીવારના સ્વાસ્થય અને સુખાકારી જળવાય રહે તે અંગેના પ્રશ્નો બાબતે જરૂરી કાયૅવાહી સુચના આપવામાં આવેલ તેમજ જાતે પણ પોલીસ તથા પોલીસ પરીવારના સ્વાસ્થય અને સુખાકારી ને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
જે અનુસંધાને ગીરસોમનાથ પોલીસઅધિક્ષક જયદીપસિંહ જાડેજા ની પ્રેરક ઉપસ્થિતીમા વેરાવળ પોલીસ લાઇનમા રેહતા પોલીસ પરીવારોના તથા પોલીસ કચેરીઓને માટે શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તે હેતુથી, ગીર સોમનાથ પોલીસ વેલ્ફેર ફંડ અંતગૅત એક કલાકમા ૧૦૦૦ લીટર પાણી ફીલ્ટર કરી શકે તેવી મોટી ક્ષમતાના મીનરલ વોટર આર.ઓ પ્લાન્ટ નુ ઈન્સ્ટોલેશન કરાવી, આજરોજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી તથા બી.એ.વ્યાસ તથા સી.સી. ખટાણા સાહેબ તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.જી.પટેલ તથા અન્ય પોલીસ અધિકારીઓ તથા કમૅચારીઓ તથા પોલીસ પરીવારોની હાજરીમા મીનરલ વોટર આર.ઓ.પ્લાન્ટનુ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના વરદ હસ્તે લોકાપૅણ કરવામા આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ