
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) અમેરિકી સૈન્ય મથકો પર ઈરાનના હુમલાના સમાચારને કારણે વૈશ્વિક બજારમાં ફરી એકવાર નિરાશાનો માહોલ સર્જાયો છે. પાછલા સત્ર દરમિયાન અમેરિકી બજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે નબળાઈ સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે, યુરોપિયન બજારો પણ પાછલા સત્ર દરમિયાન સતત દબાણ હેઠળ ટ્રેડ થતા રહ્યા હતા. જ્યારે એશિયન બજારોમાં આજે સામાન્ય રીતે વેચવાલી જોવા મળી રહી છે.
ઈરાન દ્વારા અમેરિકાના અપાચે ચોપરને તોડી પાડવા અને અખાતી દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરવાના સમાચારને કારણે પાછલા સત્ર દરમિયાન વોલ સ્ટ્રીટમાં દબાણનો માહોલ રહ્યો હતો. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.26 ટકાની નબળાઈ સાથે 7,386.65 અંકના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નેસ્ડેક 250.84 અંક એટલે કે 0.97 ટકા ઘટીને 25,678.82 અંકના સ્તરે પાછલા સત્રનો કારોબાર પૂર્ણ કર્યો હતો. ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલમાં 106.44 અંક એટલે કે 0.21 ટકા ઘટીને 50,765.67 અંકના સ્તરે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
યુરોપિયન બજારો પાછલા સત્ર દરમિયાન દબાણ હેઠળ ટ્રેડ થયા બાદ મિશ્ર પરિણામો સાથે બંધ રહ્યા હતા. એફટીએસઈ ઇન્ડેક્સ 145.87 અંક એટલે કે 1.43 ટકાના મોટા ઘટાડા સાથે 10,227.33 અંકના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, ડેક્સ ઇન્ડેક્સ 183.16 અંક એટલે કે 0.75 ટકા ઘટીને 24,433.06 અંકના સ્તરે પાછલા સત્રનો કારોબાર પૂર્ણ કર્યો હતો. આનાથી વિપરીત, સીએસી ઇન્ડેક્સ 0.05 ટકાની નજીવી મજબૂતી સાથે 8,203.43 અંકના સ્તરે બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં આજે સામાન્ય રીતે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એશિયાના નવ બજારોમાંથી સાત બજારના સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બે સૂચકાંકો મજબૂતી સાથે લીલા નિશાનમાં છે. એશિયન બજારમાં ગિફ્ટ નિફ્ટી 145.50 અંક એટલે કે 0.63 ટકાના ઉછાળા સાથે 23,330 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 86.12 અંક એટલે કે 1.50 ટકાના વધારા સાથે 5,832.77 અંકના સ્તરે પહોંચ્યો છે.
બીજી તરફ, નિક્કેઈ ઇન્ડેક્સ 886.63 અંક એટલે કે 1.36 ટકાની નબળાઈ સાથે 64,530 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 1.04 ટકા ઘટીને 4,970.90 અંકના સ્તર સુધી ગગડ્યો છે. કોસ્પી ઇન્ડેક્સમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં આ સૂચકાંક 348.01 અંક એટલે કે 4.30 ટકા ઘટીને 7,748.92 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
તેવી જ રીતે, તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 614.16 અંક એટલે કે 1.37 ટકા ઘટીને 44,090.28 અંકના સ્તરે આવી ગયો છે. આ ઉપરાંત, હેંગસેંગ ઇન્ડેક્સ 303.90 અંક એટલે કે 1.24 ટકાની નબળાઈ સાથે 24,262 અંકના સ્તરે, સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.64 ટકા ઘટીને 1,574.01 અંકના સ્તરે અને શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.58 ટકાના ઘટાડા સાથે 3,986.66 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ