રાણકી વાવની હિન્દી તકતીમાં ઐતિહાસિક ભૂલ, સુધારવા ધારાસભ્ય એ લેખિત રજૂઆત કરી
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણની રાણકી વાવ ખાતે પ્રવેશદ્વાર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા લગાવવામાં આવેલી હિન્દી માહિતી તકતીમાં ગંભીર ઐતિહાસિક ભૂલ સામે આવી છે. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલએ આ ભૂલ તાત્કાલિક સુધારવા માટે ASIના ડાયરેક્ટર જન
રાણકી વાવની હિન્દી તકતીમાં ઐતિહાસિક ભૂલ


પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણની રાણકી વાવ ખાતે પ્રવેશદ્વાર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા લગાવવામાં આવેલી હિન્દી માહિતી તકતીમાં ગંભીર ઐતિહાસિક ભૂલ સામે આવી છે. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલએ આ ભૂલ તાત્કાલિક સુધારવા માટે ASIના ડાયરેક્ટર જનરલને લેખિત રજૂઆત કરી છે.

હિન્દી તકતીમાં રાજા ભીમદેવ પ્રથમને સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે, ઐતિહાસિક રીતે ભીમદેવ પ્રથમ મૂળરાજના સીધા પુત્ર નહીં, પરંતુ તેમના વંશજ હતા.

સોલંકી વંશની વંશાવલિ મુજબ મૂળરાજ પ્રથમ પછી ચામુંડરાજ, વલ્લભરાજ/દુર્લભરાજ અને ત્યારબાદ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ આવ્યા હતા. આથી હિન્દી તકતીમાં દર્શાવાયેલી માહિતી ખોટી હોવાનું સ્પષ્ટ થાય છે.

આશ્ચર્યજનક રીતે, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની તકતીમાં ભીમદેવ પ્રથમને મૂળરાજના ‘વંશજ’ તરીકે યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. રાણકી વાવ જેવી વિશ્વપ્રસિદ્ધ ધરોહરમાં આવી ભૂલથી મુલાકાતીઓને ખોટી માહિતી મળી રહી હોવાથી તેને તાત્કાલિક સુધારવાની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande