પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો.
પોરબંદર, 10 જૂન (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તારીખ 09/06/2026 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ. પોરબંદર ખાતે એક ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળા અંતર્ગત પોરબંદર જિલ્લાના આશરે 500 જેટલા ઉમેદવારોને ઈ-મ
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો.


પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો.


પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો.


પોરબંદર, 10 જૂન (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તારીખ 09/06/2026 ના રોજ સવારે 11 કલાકે આઈ.ટી.આઈ. પોરબંદર ખાતે એક ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળા અંતર્ગત પોરબંદર જિલ્લાના આશરે 500 જેટલા ઉમેદવારોને ઈ-મેલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 40 ઉમેદવારો પ્રત્યક્ષ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક નોકરીદાતાઓ જેવા કે કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી., ફોન પે (Phone Pe), અમર એક્વાટિક અને અમર સ્ટેરેલાઈઝડ ફિશ મિલના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા ઉમેદવારોને પોતાની સંસ્થા કે એકમની ખાલી જગ્યાઓ અને જોબ પ્રોફાઈલ અંગે વિસ્તૃત અને ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવી હતી, જે બાદ વિધિવત રીતે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હાજર રહેલા 40 ઉમેદવારોમાંથી તેમની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને કૌશલ્યના આધારે 29 જેટલા રોજગાર વાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જેમને આગામી સમયમાં બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.

આ સાથે જ રોજગાર કચેરીના કાઉન્સેલર્સ દ્વારા ઉપસ્થિત તમામ યુવાનોને કારકિર્દી વિષયક યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમજ મોડેલ કેરિયર સેન્ટર અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ અંગે વિસ્તૃત જાણકારી આપી તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande