મહેસાણા-2 ઘટકમાં બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ
મહેસાણા, 10 જૂન (હિ.સ.)આજ રોજ મહેસાણા-2 ઘટક હેઠળ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની ઉંમર અને અભ્યાસક્રમને અનુરૂપ થીમ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા તેમને આનંદ સાથે શિક્ષ
મહેસાણા-2 ઘટકમાં બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ


મહેસાણા, 10 જૂન (હિ.સ.)આજ રોજ મહેસાણા-2 ઘટક હેઠળ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની ઉંમર અને અભ્યાસક્રમને અનુરૂપ થીમ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા તેમને આનંદ સાથે શિક્ષણ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોને નાનું-મોટું ઓળખવાની પઝલ ગેમ રમાડવામાં આવી હતી, જેના દ્વારા તેમની અવલોકન શક્તિ, વિચારશક્તિ અને સમજણમાં વધારો થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને રસપ્રદ વાર્તાઓ સંભળાવવામાં આવી હતી, જેના દ્વારા નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

બાળકોના શારીરિક વિકાસ માટે વિવિધ કસરતો પણ કરાવવામાં આવી હતી. કસરત દ્વારા બાળકોમાં તંદુરસ્તી, ચપળતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો.

આ ઉપરાંત વાલી ગૃહ મુલાકાત પણ કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોના અભ્યાસ, સ્વાસ્થ્ય અને વિકાસ અંગે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સહયોગ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાળકોના શિક્ષણ અને વિકાસ માટે લાભદાયી સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande