ઈરાન-અમેરિકાની લડાઈ બહેરીન સુધી પહોંચી, મનામામાં અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો
તેહરાન/મનામા/વોશિંગ્ટન, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ, હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઈરાનની **ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)**એ દાવો કર્યો છે કે, દક્ષિણ ઈરાન
બહેરીનની રાજધાની મનામા ના દરિયામાં સંઘર્ષ કરી રહેલા જવાનો


તેહરાન/મનામા/વોશિંગ્ટન, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ, હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઈરાનની **ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)**એ દાવો કર્યો છે કે, દક્ષિણ ઈરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે વહેલી સવારે (યુએઈ સમય અનુસાર) મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, અમેરિકી સૈન્યની **સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)**એ જણાવ્યું કે, તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઈરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ ઉપર અમેરિકાના અપાચે લડાકૂ હેલિકોપ્ટરને ઠાર મારવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી.

અલ જઝીરા, સીબીએસ ન્યૂઝ, ગલ્ફ ન્યૂઝ અને એબીસી ન્યૂઝના અહેવાલો અનુસાર, તેહરાનના અધિકારીઓએ જણાવ્યું કે, કોઈપણ હુમલાનો સામનો કરવા માટે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાને બુશેહર ઉપર એક હેલિકોપ્ટર તથા અમેરિકી એમકયુ-9 ડ્રોનને પણ તોડી પાડ્યો છે.

આ દરમિયાન આઈઆરજીસી અને ખતમ અલ-અંબિયા મુખ્યાલયએ કેટલાક અમેરિકી ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી છે. જોકે બંનેએ માત્ર એક સ્થળનો જ ઉલ્લેખ કર્યો છે—બહેરીનની રાજધાની મનામામાં આવેલ અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડનું મુખ્યાલય. નોંધનીય છે કે, ખતમ અલ-અંબિયા ઈરાનની અતિમહત્ત્વપૂર્ણ સૈન્ય કમાન્ડ છે, જે દેશના સશસ્ત્ર દળો, પરંપરાગત સેનાઓ અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચેના સૈન્ય સંકલન તથા વ્યૂહાત્મક સંરક્ષણ અને આક્રમક અભિયાનોનું સર્વોચ્ચ કેન્દ્ર માનવામાં આવે છે.

હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, ઈરાને મનામામાં આવેલા અમેરિકી નૌકાદળના મુખ્યાલયને નિશાન બનાવવા કેટલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેમજ આ હુમલામાં મિસાઈલનો ઉપયોગ થયો હતો કે નહીં, તે બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી નથી. ખતમ અલ-અંબિયા મુખ્યાલયના નિવેદનમાં જણાવાયું છે કે દક્ષિણ ઈરાનમાં અમેરિકી સૈન્યની આક્રમક કાર્યવાહીના જવાબમાં ઈરાની સેનાએ અને આઈઆરજીસીએ મળીને આ વિસ્તારમાં આવેલા કેટલાક અમેરિકી મથકો પર પ્રચંડ હુમલા કર્યા છે.

નિવેદનમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકી સૈન્ય ઈરાન વિરુદ્ધ ફરી આક્રમકતા દાખવશે તો સમગ્ર વિસ્તારમાં આવેલા અમેરિકી ઠેકાણાઓ પર વધુ મોટા અને વધુ તીવ્ર હુમલા કરવામાં આવશે.

સેન્ટકોમે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા બાદ આત્મરક્ષાના હેતુથી ઈરાન પર હુમલા કરવામાં આવ્યા હતા અને તેનો બદલો પૂર્ણ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે, ઈરાનીઓએ તે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું, જે હોર્મુઝ જળમાર્ગ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમણે ભગવાનનો આભાર માનતાં કહ્યું કે બંને પાયલોટોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને આ ઘટનાનો જવાબ અત્યંત કડક આપવામાં આવશે.

આ નિવેદનના થોડા કલાકો પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન સાથે સમજૂતીના પ્રયાસો અંતિમ તબક્કામાં છે અને આગામી બે-ત્રણ દિવસમાં કોઈ સમજૂતી થઈ શકે છે. જોકે અપાચે ઘટનાના પછી વાતચીતની હાલની સ્થિતિ શું છે તે સ્પષ્ટ નથી.

તે જ સમયે, ઇઝરાયલે લેબનોનમાં ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય અભિયાન ચાલુ રાખ્યું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે દક્ષિણ લેબનોનના ટાયર શહેર પર થયેલા નવા હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. ઈરાને સોમવારે ચેતવણી આપી હતી કે લેબનોનમાં ઇઝરાયલનો કોઈપણ નવો હુમલો થશે તો તેનો જવાબ આપવામાં આવશે.

તેહરાનના અધિકારીઓએ જણાવ્યું કે, હોર્મુઝ જળમાર્ગ નજીક ઈરાનના દક્ષિણ કિનારે થયેલા વિસ્ફોટો બાદ હાલ સ્થિતિ શાંત છે. અમેરિકી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ એક્સિયોસના અહેવાલ મુજબ, અમેરિકી સૈન્યએ હોર્મુઝ જળમાર્ગ આસપાસ ઈરાનની અનેક હવાઈ સંરક્ષણ અને રડાર પ્રણાલીઓ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પ્રતિકારાત્મક કાર્યવાહીની ધમકી આપી છે.

બીજી તરફ, બહેરીનના ગૃહ મંત્રાલયે બુધવારે દેશમાં એલર્ટ જાહેર કર્યું છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, આઈઆરજીસીએ અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. મંત્રાલયે કહ્યું, “સાયરન વગાડવામાં આવ્યો છે. નાગરિકો અને રહેવાસીઓને શાંતિ જાળવીને નજીકના સુરક્ષિત સ્થળે જવાની અપીલ કરવામાં આવે છે.”

મધ્ય પૂર્વમાં અમેરિકી દળોની દેખરેખ રાખતી સેન્ટકોમે એક્સ પર જણાવ્યું કે, અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા બાદ તેનો બદલો લઈ લેવામાં આવ્યો છે. અમેરિકી વાયુસેના અને નૌકાદળના લડાકૂ વિમાનો દ્વારા ચોકસાઈવાળા હથિયારોનો ઉપયોગ કરીને હોર્મુઝ જળમાર્ગ નજીક ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને દેખરેખ રડાર મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું કે તેના દળોએ બુધવારે વહેલી સવારે બહેરીનમાં અમેરિકી નૌકાદળના **પાંચમા બેડા ના મુખ્યાલય પર ડ્રોન હુમલો કર્યો હતો. શાહેદ-136 પ્રકારના એકમાર્ગીય હુમલાખોર ડ્રોનનો ઉપયોગ કરીને સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 2:30 વાગ્યે મનામામાં આવેલા અમેરિકી મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું કે અમેરિકી સૈન્યએ હવે આ વિસ્તાર છોડીને જવું જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકા હવે અમારી પરીક્ષા ન લે, કારણ કે ઈરાનની સહનશક્તિની મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે.

અમેરિકાનો પાંચમો બેડો શા માટે મહત્વનો છે?

અમેરિકી નૌકાદળનો પાંચમો બેડો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનું મુખ્યાલય બહેરીનની રાજધાની મનામાના જુફૈર વિસ્તારમાં આવેલું છે. આ સૈન્ય મથકનું સત્તાવાર નામ નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીન છે.

આ બેડાની જવાબદારી અંદાજે 25 લાખ ચોરસ માઈલ જેટલા વિશાળ દરિયાઈ વિસ્તારની દેખરેખ રાખવાની છે. તેના કાર્યક્ષેત્રમાં ફારસી ખાડી, લાલ સમુદ્ર, ઓમાનની ખાડી, અરબી સમુદ્ર તથા હિંદ મહાસાગરના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

તેનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય હોર્મુઝ જળમાર્ગ, સુએઝ નહેર અને બાબ-અલ-મંદેબ જેવા વિશ્વના અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક સમુદ્રી માર્ગો પરથી પસાર થતા તેલ પુરવઠા તથા આંતરરાષ્ટ્રીય જહાજોને સુરક્ષા પૂરી પાડવાનું છે. આ બેઝ અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડનું મુખ્યાલય પણ છે અને તે સીધું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડને અહેવાલ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande