વલસાડમાં ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવાનો સંકલ્પ
વલસાડ,10 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક તથા વહીવટી સ્તરને વધુ મજબૂત બનાવવા માટે વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન અને વી.એન. સવાણી શાળા ખાતે ભવ્ય ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનારનું
સેમિનાર


વલસાડ,10 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક તથા વહીવટી સ્તરને વધુ મજબૂત બનાવવા માટે વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન અને વી.એન. સવાણી શાળા ખાતે ભવ્ય ‘કર્તવ્યક્રાંતિ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રીએલ. ટંડેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.સેમિનારમાં ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષાના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27માં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વધુ સારા પરિણામો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. રાજેશ્રી ટંડેલે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 360 ડિગ્રી અભિગમ અપનાવવા આહવાન કર્યું હતું.ેમિનારમાં વિશેષ ઉપસ્થિત કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણનું મહત્વપૂર્ણ સાધન છે. વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો અને ગુણવત્તાસભર શિક્ષણ સાથે દેશના જવાબદાર નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના હોદ્દેદારો, આચાર્ય સંઘના પ્રતિનિધિઓ, સંચાલક મંડળના સભ્યો તથા જિલ્લાના અનેક આચાર્યો અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સેમિનારના મુખ્ય મુદ્દાઓ* ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાઓનો અસરકારક અમલ* શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 100 ટકા પ્રવેશ સુનિશ્ચિત કરવો* ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવા વિશેષ અભિયાન* વિદ્યાર્થીઓને હોલિસ્ટિક અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવું* નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ એક્શન પ્લાન બનાવી પરિણામ સુધારણા પર ભાર

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande