સ્વચ્છતા તરફ કચ્છનો સશક્ત સંકલ્પ : ગ્રામજનોના શ્રમદાનથી જળાશયો બન્યા વધુ સ્વચ્છ અને સુરક્ષિત
કચ્છ, 10 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં જનભાગીદારીના અનોખા ઉદાહરણો જોવા મળ્યા હતા. સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે ગામોના તળાવો, નદીઓ, નાળાઓ અને અન્ય જળસ્ત્રોતોની વિશાળ સફાઈ ઝ
કચ્છના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન


કચ્છના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન


કચ્છના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન


કચ્છના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન


કચ્છ, 10 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત વિવિધ ગામોમાં જનભાગીદારીના અનોખા ઉદાહરણો જોવા મળ્યા હતા. સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે ગામોના તળાવો, નદીઓ, નાળાઓ અને અન્ય જળસ્ત્રોતોની વિશાળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ, યુવાનો અને સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર જોડાઈને સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

મોટા આંસબીયા, બેરાજા, દુર્ગાપર, રોહા (સુમરી), પધ્ધર, ઘરાણા, દયાપર, તેરા, મથલ, સતાપર, કડોલ, સંઘડ અને કાનપર સહિતના અનેક ગામોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગામના જળાશયો અને પાણીના કુદરતી સ્ત્રોતોની આસપાસ વર્ષોથી એકત્ર થયેલો પ્લાસ્ટિક કચરો, ઘન કચરો અને અન્ય ગંદકી દૂર કરવા માટે ગ્રામજનોએ શ્રમદાન કર્યું હતું. આ કામગીરી દરમિયાન તળાવોની આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર વધુ સ્વચ્છ અને સુંદર દેખાવા લાગ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યું હતું કે જળાશયો માત્ર પાણીના સંગ્રહસ્થાન નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ અને માનવ જીવન માટે જીવનદાયી સ્ત્રોત છે. સ્વચ્છ જળાશયો જળસંચય, પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત કુદરતી સંપત્તિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી દરેક નાગરિકની ફરજ બને છે કે તેઓ પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત થવાથી બચાવે અને તેની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને.

સફાઈ અભિયાન દરમિયાન લોકોને જળસ્ત્રોતોમાં કચરો ન નાખવા, એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ પણ ગામને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ બનાવવા માટે સતત સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારી અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવામાં પણ સફળ રહ્યું હતું. જનસહભાગિતાના આ પ્રયાસથી ગામોમાં સ્વચ્છતા પ્રત્યે નવી જાગૃતિનો માહોલ સર્જાયો હતો અને ‘સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ’ના સંકલ્પને વધુ મજબૂતી મળી હતી.

આ સમગ્ર કામગીરીમાં સરપંચઓ, પંચાયતના સભ્યો, તલાટીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ સક્રિય ભાગ ભજવી અભિયાનને સફળ બનાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande