રણછોડપુરા ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત તળાવ વિસ્તારની સફાઈ હાથ ધરાઈ
મહેસાણા, 10 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રણછોડપુરા ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત તળાવની આજુબાજુ વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં તલાટીશ્રી, સરપંચશ્
રણછોડપુરા ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત તળાવ વિસ્તારની સફાઈ હાથ ધરાઈ


મહેસાણા, 10 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રણછોડપુરા ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત તળાવની આજુબાજુ વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં તલાટીશ્રી, સરપંચશ્રી, ગામના વડીલો તેમજ સ્વચ્છ ભારત મિશન (SBM)ના સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો.

અભિયાન દરમિયાન તળાવની આસપાસ એકત્ર થયેલા કચરાની સફાઈ કરવામાં આવી હતી તેમજ પ્લાસ્ટિક સહિતના બિનજરૂરી કચરાનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું. તળાવ વિસ્તારને સ્વચ્છ રાખવા અને પર્યાવરણનું જતન કરવા માટે ઉપસ્થિત લોકોએ સામૂહિક પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સ્વચ્છતા જાળવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરપંચશ્રી અને ગામના આગેવાનોએ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને ગામને સ્વચ્છ રાખવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. સ્વચ્છતા અભિયાનથી તળાવ વિસ્તાર વધુ સ્વચ્છ અને આકર્ષક બન્યો હતો.

ગામના વડીલો, ગ્રામજનો અને SBM સ્ટાફના સહયોગથી યોજાયેલ આ અભિયાન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા અને ‘સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ’ના સંદેશને વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande