ચોમાસા પૂર્વે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી, પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
મહેસાણા, 10 જૂન (હિ.સ.)આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શહેરમાં વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કે
ચોમાસા પૂર્વે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારી, પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ


મહેસાણા, 10 જૂન (હિ.સ.)આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શહેરમાં વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ડ્રેનેજ લાઈનોની સફાઈ, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા, રસ્તાઓની જાળવણી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણ તેમજ શહેરની સ્વચ્છતા સંબંધિત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે, જેથી ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવા, ગંદકી અને ટ્રાફિકની સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય. સાથે જ વરસાદી મોસમમાં તાત્કાલિક પ્રતિસાદ માટે જરૂરી સાધનો અને માનવબળની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા અને ડ્રેનેજમાં કચરો ન નાખવા અપીલ કરી છે, જેથી ચોમાસા દરમિયાન શહેરની સુવિધાઓ સુચારુ રીતે કાર્યરત રહી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande