નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત મહેસાણામાં મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ
મહેસાણા, 10 જૂન (હિ.સ.)નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત મહેસાણા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા તેમજ યોજનાના અસરકારક અમલીકરણ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત મહેસાણામાં મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ


મહેસાણા, 10 જૂન (હિ.સ.)નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત મહેસાણા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા તેમજ યોજનાના અસરકારક અમલીકરણ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) ની પસંદગી બાબતે બહાલી લેવામાં આવી હતી. પસંદ કરાયેલા સીઆરપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, જૈવિક ઇનપુટના ઉપયોગ, જમીનની ઉર્વરતા જાળવવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપશે. તેઓ ખેડૂતો અને કૃષિ વિભાગ વચ્ચે સંકલનનું કાર્ય પણ કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો છે. આ યોજનાના માધ્યમથી પર્યાવરણનું સંરક્ષણ, જમીનની ગુણવત્તામાં સુધારો અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો તથા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને યોજનાનો લાભ મેળવે તે માટે આગામી સમયમાં વિવિધ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande