વડનગરમાં ‘નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રિયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’નું ઉદ્ઘાટન, દર વર્ષે 5,000 યુવાનોને મળશે તાલીમ
મહેસાણા, 10 જૂન (હિ.સ.)ઐતિહાસિક નગરી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના સહયોગથી નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રિયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’નું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. યુવાનોને વૈશ્
વડનગરમાં ‘નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રિયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’નું ઉદ્ઘાટન, દર વર્ષે 5,000 યુવાનોને મળશે તાલીમ


મહેસાણા, 10 જૂન (હિ.સ.)ઐતિહાસિક નગરી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના સહયોગથી નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રિયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’નું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. યુવાનોને વૈશ્વિક સ્તરની કૌશલ્ય આધારિત તાલીમ અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલું આ કેન્દ્ર ગુજરાત માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવી રહ્યું છે.

ઉદ્ઘાટન પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ્ડ ઇન્ડિયા’ના વિઝનને સાકાર કરવામાં આ સંસ્થા મહત્વની ભૂમિકા ભજવશે. અહીં સિવિલ, મિકેનિકલ, ઇન્ડસ્ટ્રિયલ સહિત લગભગ 20 વિવિધ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. દર વર્ષે આશરે 5,000 યુવાનોને ત્રણ અઠવાડિયાથી લઈને ત્રણ મહિના સુધીની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ સંસ્થાના ક્લાસરૂમ, પ્રાયોગિક લેબ અને વર્કશોપની મુલાકાત લઈને ઉપલબ્ધ આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. એલ એન્ડ ટીના અધિકારીઓએ તાલીમ કાર્યક્રમો અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી હતી.

પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંક નાયક, કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા, ડીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કંપનીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande