
પાટણ, 10 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ ચોમાસા દરમિયાન ગટર સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે ગટર ઓપરેટરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. કારોબારી ચેરમેનની ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં 11 ગટર ઓપરેટરો હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
ઓપરેટરોએ ગટર મોટરના સમારકામ તેમજ કામગીરીના સ્થળે ઓરડી બનાવવાની માગણી કરી હતી. ચોમાસા દરમિયાન અસરકારક કામગીરી માટે આ સુવિધાઓ જરૂરી હોવાનું જણાવતાં તેમણે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલે રજૂઆતો સાંભળી ટૂંક સમયમાં સ્થળ મુલાકાત લેવાની ખાતરી આપી હતી. સ્થળ તપાસ બાદ જરૂરી આયોજન કરીને પ્રશ્નોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ