
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે સવારે જનસેવાની વ્યાખ્યા રેખાંકિત કરતા સ્પષ્ટ કર્યું કે, સમર્પણ અને કર્તવ્યના પથ પર ચાલનારી વ્યક્તિ જ જનવિશ્વાસ મેળવી શકે છે. તેમણે એક્સ પર સુભાષિત શેર કર્યું-
सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः। विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥
વડાપ્રધાને સંદેશમાં લખ્યું, જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે સતત કાર્ય કરનાર વ્યક્તિ જ જનવિશ્વાસ મેળવે છે. આ સુભાષિત પ્રસિદ્ધ નીતિગ્રંથ 'કામન્દકીય નીતિસાર' (સર્ગ 1, શ્લોક 24) માંથી લેવામાં આવ્યું છે.
તેનો ભાવાર્થ એ છે કે, જે રાજા (શાસક) પોતાની પ્રજા પ્રત્યે હંમેશા પ્રેમભાવ રાખે, પ્રજાના કલ્યાણ અને તેમના રક્ષણ માટે સતત તત્પર રહે અને પોતે અત્યંત વિનયશીલ (નમ્ર) હોય, તે રાજા અપાર લક્ષ્મી, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ