પાંડેસરામાં દેહવ્યાપારના ઠેકાણા પર પોલીસનો દરોડો, 3 મહિલાઓ અને 2 સગીર બાળકોને બચાવાયા
સુરત, 10 જૂન (હિ.સ.): સુરત શહેરમાં ગેરકાયદેસર દેહવ્યાપાર અને બાળમજૂરી સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડી મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. કાર્યવાહીમા
Surat


સુરત, 10 જૂન (હિ.સ.): સુરત શહેરમાં ગેરકાયદેસર દેહવ્યાપાર અને બાળમજૂરી સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડી મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. કાર્યવાહીમાં ત્રણ મહિલાઓને દેહવ્યાપારના ચક્રવ્યૂહમાંથી મુક્ત કરાવવામાં આવી હતી, જ્યારે ત્યાં કામ કરવા મજબૂર કરાયેલા બે સગીર બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સામે આવ્યું કે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક ફ્લેટમાંથી દેહવ્યાપારનું સંચાલન થતું હતું. આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા વસૂલી મહિલાઓનું શોષણ કરતા હતા અને સ્થળના દૈનિક કામકાજ માટે અન્ય લોકોને નોકરીએ રાખ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આર્થિક સંજોગોનો લાભ લઈને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હતી, જ્યારે બે બાળકો પાસેથી બાળમજૂરી પણ કરાવવામાં આવતી હતી.

દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ ₹66,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય સંચાલકો સ્થળ પરથી ફરાર મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બચાવાયેલી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે, જ્યારે બંને સગીર બાળકોને કતારગામ સ્થિત ચિલ્ડ્રન હોમમાં સોંપવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande