દમણગંગા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપ, GPCB ની કામગીરી સામે સવાલો
વાપી, 10 જૂન (હિ.સ.) દમણગંગા નદીમાં કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વાયરલ થયેલા એક વીડિયોમાં નાળાના માધ્યમથી શંકાસ્પદ રંગીન પાણી નદીમાં ભળતું હોવાનું જોવા મળી રહ્યું છે.દમણગંગા નદ
નાળામાંથી નીકળતું ફીણયુક્ત પાણી દમણગંગા નદીમાં ભળતું હોવાનું દૃશ્ય.


વાપી, 10 જૂન (હિ.સ.) દમણગંગા નદીમાં કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વાયરલ થયેલા એક વીડિયોમાં નાળાના માધ્યમથી શંકાસ્પદ રંગીન પાણી નદીમાં ભળતું હોવાનું જોવા મળી રહ્યું છે.દમણગંગા નદી આસપાસના અનેક ગામોમાંથી પસાર થઈ દમણના સમુદ્રમાં મળી જાય છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય તો તેની અસર પર્યાવરણ, જળચર જીવસૃષ્ટિ તેમજ લોકોના આરોગ્ય પર પડી શકે છે. નદીમાંથી મળતી માછલીઓનો ઉપયોગ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતો હોવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.એક તરફ દમણ પ્રશાસન પ્રવાસન અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણની મુલાકાત લે છે. ત્યારે બીજી તરફ નદી પ્રદૂષણના આક્ષેપો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો તેની અસર દમણની છબી અને પ્રવાસન ક્ષેત્ર પર પણ પડી શકે છે.સ્થાનિક લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો આવી સ્થિતિ છે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? શું પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે? શું જવાબદાર ઉદ્યોગોની તપાસ કરવામાં આવી છે?લોકોમાંથી માંગ ઉઠી રહી છે કે GPCB અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી હકીકતો જાહેર કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande