રિલાયન્સ જામનગરમાં મેટા સાથે મળીને બનાવાશે 168 મેગાવોટનું ડેટા સેન્ટર
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ, અમેરિકાની અગ્રણી ટેક કંપની મેટા સાથે મળીને જામનગરમાં 168 મેગાવોટ ક્ષમતાવાળું ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ ડેટા સેન્ટર આગામી બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને અમેરિકાની અગ્રણી ટેક કંપની મેટા


નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ, અમેરિકાની અગ્રણી ટેક કંપની મેટા સાથે મળીને જામનગરમાં 168 મેગાવોટ ક્ષમતાવાળું ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ ડેટા સેન્ટર આગામી બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 168 મેગાવોટથી વધુ વધારવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. મેટાએ 2020માં જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું હતું.

આ ભારત ખાતે મેટા માટેનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ ડેટા સેન્ટર હશે. ભારત વૈશ્વિક એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે ઉભરી રહ્યું છે, તે દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. તેની ક્ષમતા ભવિષ્યમાં વધુ વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. મેટા આ સુવિધામાંથી ક્ષમતા લીઝ પર લેશે. આ ભારત માટે મેટાનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ ડેટા સેન્ટર હશે અને દેશને વૈશ્વિક એઆઈ માળખાકીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.

આરઆઈએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, મેટા સાથેની આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે એક પરિવર્તનકારી ક્ષણ છે. તેમણે કહ્યું કે મેટા જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપની માટે ભારતનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ ડેટા સેન્ટર બનાવવું એ વાતનો પુરાવો છે કે ભારત વૈશ્વિક એઆઈ ક્રાંતિમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. અંબાણીએ વધુમાં જણાવ્યું કે, જામનગર હાઇપરસ્કેલ એઆઈ કમ્પ્યુટિંગનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે અને આ દ્રષ્ટિને સાકાર કરવા માટે મેટા સાથે ભાગીદારી કરવા બદલ અમને ગર્વ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande