
સુરત, 10 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ માટે સમર્પિત 12 વર્ષોની સફળ ગાથાને વર્ણવતા અભિયાન હેઠળ રાજ્યભરમાં ગામે ગામ વિકાસ અને જનકલ્યાણ માટેના વિવિધ કાર્યકમો યોજાઈ રહ્યા છે. વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકારિત કરવામાં મહત્વનો ભાગ ભજવતાં સ્વચ્છતા અને પર્યાવરણ સંવર્ધનના સંકલ્પોને ફળીભૂત કરવા રાજ્ય સહિત સુરત જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની હારમાળા યોજાઈ રહી છે.
જે અંતર્ગત ઓલપાડ તાલુકાના સરસ ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સંગઠનનાં પદાધિકારીઓ, પ્રમુખ અને તાલુકા અને જિ.પંચાયતના સભ્યો સહિત ગામના આગેવાનોએ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પરિસરની સાફ-સફાઈ કરી હતી. ગામનું આંગણું ગણાતાં પવિત્ર સ્થાન એવા મંદિરની સ્વચ્છતા સાથે તેમણે સૌ કોઈને સ્વચ્છતાના આગ્રહી થઇ સ્વચ્છ ગામથી સ્વચ્છ દેશના સંકલ્પ સિદ્ધિમાં ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે