એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાની ટીમ જાહેર, સાહિબઝાદા ફરહાન બન્યા કેપ્ટન
નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ, જાપાનના આઈચી-નાએશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાની ટીમ જાહેર કરી છે. ગોયામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં યોજાનારી એશિયન ગેમ્સ માટે પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન અનુભવી બે
સાહિબઝાદા ફરહાન


નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.). પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ, જાપાનના આઈચી-નાએશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાની ટીમ જાહેર કરી છે.

ગોયામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં યોજાનારી એશિયન ગેમ્સ માટે પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન અનુભવી બેટ્સમેન સાહિબઝાદા ફરહાનને સોંપવામાં આવી છે, જ્યારે અબ્દુલ સમદને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

સાહિબઝાદા ફરહાન અત્યાર સુધી પાકિસ્તાન માટે 46 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, પરંતુ પ્રથમ વખત તેમને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ મળી છે.

જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં એવા ચાર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે હજુ સુધી પાકિસ્તાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી. જેમાં આકિફ જાવેદ, અલી રઝા, માઝ સાદાકત અને સાદ મસૂદ સામેલ છે.

વિકેટકીપરની જવાબદારી ઉસ્માન ખાનને સોંપવામાં આવી છે.

આ વખતે પાકિસ્તાને પ્રમાણમાં નવી ટીમ પસંદ કરી છે. તાજેતરમાં ટી20 વર્લ્ડ કપ રમનારા ઘણા મોટા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. નિયમિત કેપ્ટન સલમાન અલી આગા, તેમજ અગ્રણી ખેલાડીઓ બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન પસંદગીમાંથી બહાર છે.

જાહેર કરાયેલી ટીમના 15માંથી 14 ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમીના લિમિટેડ ઓવર કેમ્પનો ભાગ છે, જે 15 જૂનથી લાહોરમાં શરૂ થશે.

એશિયન ગેમ્સમાં પુરૂષ ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે મેડલ મેચો 3 ઓક્ટોબરે રમાશે.

નોંધનીય છે કે, એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ત્રણ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે — 2010, 2014 અને 2022ની આવૃત્તિમાં. પાકિસ્તાન છેલ્લી વખતે ચોથા સ્થાને રહ્યું હતું.

એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાનની ટીમ:

સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), અબ્દુલ સમદ (વાઇસ કેપ્ટન), અબરાર અહેમદ, અહેમદ દાનિયાલ, આકિફ જાવેદ, અલી રઝા, અરાફાત મિન્હાસ, હૈદર અલી, હસન નવાઝ, માઝ સાદાકત, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાદ મસૂદ, સેમ અયુબ, સુફિયાન મુકીમ અને ઉસ્માન ખાન (વિકેટકીપર).

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande