વર્લ્ડ કપ પહેલાંની અંતિમ પ્રેક્ટિસ મેચમાં આર્જેન્ટિનાએ આઇસલેન્ડને 3-0થી હરાવ્યું
ઓબર્ન, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.)। વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાએ, વર્લ્ડ કપ પહેલાંની પોતાની અંતિમ પ્રેક્ટિસ મેચમાં બુધવારે આઇસલેન્ડને 3-0થી હરાવીને મજબૂત તૈયારીનો સંકેત આપ્યો. અમેરિકાના અલાબામા રાજ્યના ઓબર્ન સ્થિત જોર્ડન-હેર સ્ટેડિયમમાં રમાય
ગોલ કર્યા બાદ ખુશી મનાવતા લિયોનેલ મેસી


ઓબર્ન, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.)। વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાએ, વર્લ્ડ કપ પહેલાંની પોતાની અંતિમ પ્રેક્ટિસ મેચમાં બુધવારે આઇસલેન્ડને 3-0થી હરાવીને મજબૂત તૈયારીનો સંકેત આપ્યો.

અમેરિકાના અલાબામા રાજ્યના ઓબર્ન સ્થિત જોર્ડન-હેર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, લિયોનેલ મેસીએ બેન્ચ પરથી મેદાનમાં ઉતરી પેનલ્ટી પર ગોલ ફટકારી ટીમની જીતને યાદગાર બનાવી દીધી.

આર્જેન્ટિનાએ મેચની શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી. મેચના પ્રથમ દસ મિનિટની અંદર વેલેન્ટિન બાર્કોએ શાનદાર ગોલ કરીને ટીમને પ્રારંભિક લીડ અપાવી દીધી.

બીજા હાફમાં આશરે 20 મિનિટ બાકી હતી ત્યારે લિયોનેલ મેસી મેદાનમાં ઉતર્યા. થોડા જ મિનિટો બાદ આર્જેન્ટિનાને પેનલ્ટી મળી, જ્યારે લાઉતારો માર્ટિનેઝને બોક્સની અંદર ફાઉલ કરવામાં આવ્યો હતો. મેસીએ આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવીને બોલને જાળીમાં પહોંચાડ્યો.

આ ગોલ મેસી માટે ખાસ રહ્યો, કારણ કે વર્ષ 2018ના વર્લ્ડ કપમાં આઇસલેન્ડ સામે જ તેઓ પેનલ્ટી ચૂકી ગયા હતા. આ વખતે તેમણે એ જ પ્રતિસ્પર્ધી સામે ગોલ કરીને જૂની યાદને પાછળ છોડી દીધી.

આર્જેન્ટિનાએ મેચના અંતિમ તબક્કામાં પોતાની લીડ વધુ મજબૂત બનાવી. 86મી મિનિટે થિયાગો અલ્માદાએ રોડ્રિગો ડી પૉલના શાનદાર પાસ પર ગોલ કરીને સ્કોર 3-0 કર્યો.

સમગ્ર મેચ દરમિયાન આર્જેન્ટિનાએ, બોલ પર નિયંત્રણ જાળવી રાખ્યું અને આઇસલેન્ડને વાપસી કરવાની કોઈ તક આપી નહીં. આ જીત સાથે ટીમે વર્લ્ડ કપ અભિયાન પહેલાં પોતાનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો.

હવે આર્જેન્ટિના પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 16 જૂને કેન્સાસ સિટીમાં અલ્જીરિયા સામે કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande