પાટણ જિલ્લા એલસીબીની ટીમે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડયો.
પાટણ, 10 જૂન (હિ.સ.) પાટણ જિલ્લા એલસીબીની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપી રાજુરામ કરણારામ પવાર (ઉં. 48), રહેવાસી થાણી ગામ, જિલ્લા બાલોતરા (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે એ
પાટણ જિલ્લા એલસીબીની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડયો.


પાટણ, 10 જૂન (હિ.સ.) પાટણ જિલ્લા એલસીબીની ટીમે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપી રાજુરામ કરણારામ પવાર (ઉં. 48), રહેવાસી થાણી ગામ, જિલ્લા બાલોતરા (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે.

મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી. રાજુરામ પવાર લાંબા સમયથી પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.

આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યારે સાંતલપુર પોલીસને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવાની સતત ઝુંબેશ હેઠળ, આ સફળતા મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસની આ કાર્યવાહીને ઉપરી અધિકારીઓએ વખાણી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande