પોરબંદરમાં સ્વનિધિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ કેમ્પમાં ખાપટના 150 થી વધુ લાભાર્થીઓએ યોજનાની માહિતી મેળવી.
પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરના શેરી ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી આયોજિત સ્વ
પોરબંદરમાં સ્વનિધિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ કેમ્પમાં ખાપટના 150 થી વધુ લાભાર્થીઓએ યોજનાની માહિતી મેળવી.


પોરબંદરમાં સ્વનિધિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ કેમ્પમાં ખાપટના 150 થી વધુ લાભાર્થીઓએ યોજનાની માહિતી મેળવી.


પોરબંદર, 10 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરના શેરી ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી આયોજિત સ્વનિધિ મહોત્સવ અંતર્ગત આશાપુરા ચોકડી પાસે ઘાસ ગોડાઉન પાછળના ગ્રાઉન્ડ ખાતે વિશેષ કેમ્પ યોજાયો હતો. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં ખાપટ વિસ્તારના ફેરીયાઓ, નાના વેપારીઓ અને સ્વરોજગારી સાથે જોડાયેલા લાભાર્થીઓને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશરે 150 જેટલા લાભાર્થીઓને યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તથા વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પાત્ર લાભાર્થીઓને PM SVANidhi યોજના હેઠળ મળતી જામીનગીરીમુક્ત વર્કિંગ કેપિટલ લોન, રૂ-પે ક્રેડિટ કાર્ડ, વ્યાજ સબસિડી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશબેક તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંગે એનયુએલએમ પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, કો-ઓર્ડિનેટર મનીષાબેન ચાંચિયા તથા અલ્પાબેન મકવાણા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં રૂ.15 ,000, બીજા તબક્કામાં રૂ. 25,000અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 સુધીની જામીનગીરીમુક્ત લોન આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને 7 ટકા વ્યાજ સબસિડી તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. 1,600 સુધીનું કેશબેક પણ આપવામાં આવે છે. ઉપરાંત બીજા તબક્કાની લોન પૂર્ણ કરનાર લાભાર્થીઓને રૂ. 30,000 સુધીની મર્યાદાવાળું UPI આધારિત રૂ-પે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. કેમ્પ દરમિયાન ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આ યોજના માત્ર શાકભાજી કે ફળ વેચતા વેપારીઓ માટે મર્યાદિત નથી, પરંતુ 43 જેટલા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો માટે લાભદાયી છે. જેમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ચા-નાસ્તાની લારીઓ, કપડાં અને હેન્ડલૂમ વેપારીઓ, હસ્તકલા કારીગરો, બાર્બર, ધોબી, મોચી, સાયકલ અને ઓટોમોબાઇલ રિપેરિંગ, ઝેરોક્સ-લેમિનેશન, લોહારી-સુથારી કામ, કાર-બાઈક વોશિંગ, બુક બાઈન્ડિંગ, લોટ ચક્કી સંચાલકો તેમજ અન્ય સ્વરોજગારી સાથે જોડાયેલા પરિવારોનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરીયાઓને યોજનાનો લાભ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનું લક્ષ્ય શહેરના હજારો નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવી આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. આ તકે કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande