મુખ્યમંત્રી ઓફિસ, એએમસી અને આરએસએસ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી
- મુખ્યમંત્રી ઓફિસને 1.11, એએમસી ઓફિસને 3.11 અને આરએસએસ કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી. અમદાવાદ, 10 જૂન (હિ.સ.) : અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુ
Threat to blow up CM's office, AMC and RSS office


- મુખ્યમંત્રી ઓફિસને 1.11, એએમસી ઓફિસને 3.11 અને આરએસએસ કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી.

અમદાવાદ, 10 જૂન (હિ.સ.) : અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને મુખ્યમંત્રી ઓફિસને 1.11, એએમસી ઓફિસને 3.11 અને આરએસએસ કાર્યાલયને 5.11 વાગે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી બાદ ઓફિસને ખાલી કરી દેવામાં આવી છે. બીજી તરફ ધમકીને પગલે હાલ બિલ્ડિંગ ખાતે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અમદાવાદની અનેક સ્કૂલો અને સરકારી બિલ્ડિંગનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande