
શ્રીનગર, નવી દિલ્હી, 10 જૂન (હિ.સ.) જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે મોડી સાંજે ઉરીના કમલકોટમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) નજીક થયેલા એક બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સેનાના બે જવાન શહીદ થયા છે.
આ જાંબાઝ સૈનિકો છે - મહારાષ્ટ્રના એરોલીના રહેવાસી ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ અને મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના શાહપુરના રહેવાસી અર્જુન જાધવ રાજેન્દ્ર.
અધિકારીઓએ જણાવ્યું કે, બંને જવાનોને સારવાર માટે શ્રીનગરના બાદામીબાગ સ્થિત 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. આ અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ