
વાપી, 10 જૂન (હિ.સ.) વાપી મહાનગરપાલિકામાં આજે નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્ટાફ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી, ચાલુ વિકાસકાર્યો અને નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિભાગવાર કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.
મેયરે નવા કાઉન્સિલરોને શહેરના વિકાસ અને જનહિતના કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. સાથે જ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે કાર્યક્ષમતા વધારવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં વધારો અને પારદર્શક વહીવટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha