ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં બારડોલી તાલુકાના હરિપુરા અને બાબેન ખાતે વિકાસ પથ યાત્રા યોજાઈ
સુરત, 10 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તર
Surat


સુરત, 10 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ગૌરવપૂર્ણ અવસરની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં હરિપુરા અને બાબેન ખાતે વિકાસ પથ યાત્રા યોજાઈ હતી.

યાત્રામાં હરિપુરા ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશપ્રેમ, શૌર્ય અને બલિદાનને વંદન કર્યા હતા. યાત્રામાં કેન્દ્ર- રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો તેમજ ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ વિકાસના આ અભિયાનમાં સહભાગી બની રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande