પાટણના ઐતિહાસિક દરવાજાઓના સંરક્ષણ માટે આર્કિયોલોજી વિભાગની મુલાકાત
પાટણ, 10 જૂન (હિ.સ.) ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુકેશ શર્માએ પાટણની મુલાકાત દરમિયાન બગવાડા દરવાજા, ત્રણ દરવાજા, છીંડીયા દરવાજા, અઘારા દરવાજા અને ફાટીપાળ દરવાજા સહિત પાંચ રક્ષિત વિરાસત સ્થળોનું નિરીક્ષણ કર્યું. મુલાકાતનો મુખ
પાટણના ઐતિહાસિક દરવાજાઓના સંરક્ષણ માટે આર્કિયોલોજી વિભાગની મુલાકાત


પાટણના ઐતિહાસિક દરવાજાઓના સંરક્ષણ માટે આર્કિયોલોજી વિભાગની મુલાકાત


પાટણ, 10 જૂન (હિ.સ.) ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુકેશ શર્માએ પાટણની મુલાકાત દરમિયાન બગવાડા દરવાજા, ત્રણ દરવાજા, છીંડીયા દરવાજા, અઘારા દરવાજા અને ફાટીપાળ દરવાજા સહિત પાંચ રક્ષિત વિરાસત સ્થળોનું નિરીક્ષણ કર્યું. મુલાકાતનો મુખ્ય હેતુ સ્મારકોની સાચવણી અને પાટણને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો હતો.

મુલાકાત દરમિયાન પાટણ વિકાસ સમિતિના સભ્યોએ ત્રણ દરવાજાના તાત્કાલિક જીર્ણોદ્ધારની માંગ કરી હતી. સમાજસેવકો અને સાંસ્કૃતિક આગેવાનોએ પાટણના ઐતિહાસિક વારસાની માહિતી આપી તેમજ બગવાડા દરવાજાની જર્જરિત હાલત અંગે ચિંતા વ્યક્ત કરીને તેના સૌંદર્યકરણ પર ભાર મૂક્યો હતો.

સાંસ્કૃતિક મંડળ અને જ્ઞાનશક્તિ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ અધિકારીને કિલ્લા અને પાંચેય રક્ષિત દરવાજાઓની રૂબરૂ મુલાકાત કરાવી હતી. આ દરમિયાન સ્મારકોની જાળવણી, સંરક્ષણ અને પાટણને વધુ આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

નિરીક્ષણ દરમિયાન સ્મારકોના ભગ્ન અવશેષોની તસવીરો લેવામાં આવી હતી. બગવાડા દરવાજા અને ત્રણ દરવાજાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે તેમના સંરક્ષણ માટે હકારાત્મક આશ્વાસન આપ્યું. મુલાકાતના અંતે પરંપરાગત રીતે ગોળની રેવડી અને દેવડા અર્પણ કરી અધિકારીનું બહુમાન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande