સાયબર ફ્રોડના ગુન્હાના 6 માસથી ફરાર આરોપી ઝડપાયો
પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસની પેરોલ-ફલો સ્કોડે છેલ્લા છ માસથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગ
સાયબર ફ્રોડના ગુન્હાના 6 માસથી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસની પેરોલ-ફલો સ્કોડે છેલ્લા છ માસથી સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલા અભિયાન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા છ માસથી ફરાર આરોપી ધવલ રમેશભાઈ હીરપરા(ઉ.વ.26) રહે. ઠાકર દ્વાર સોસાયટી, લક્ષ્મણનગર,સુરત (મૂળ વતન ચારણીયા ગામ, તા. જેતપુર, જી. રાજકોટ) સુરત શહેરમાં હોવાની બાતમી પેરોલ-ફલો સ્કોડને મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે. આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરી પેરોલ-ફલો સ્કોડના પો.સબ. ઈન્સ્પેક્ટર એચ.એમ. જાડેજા, એ.એસ.આઈ.એચ.કે. પરમાર, તેમજ ટીમના અન્ય અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande