સુરત મહાનગર ભાજપ ધ્વારા વડાપ્રધાન મોદી સરકારના 12 વર્ષ પૂરા થતા સ્વચ્છતા અને સફાઈ અભિયાન યોજાયું
સુરત, 10 જૂન (હિ.સ.) : વિકસિત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે સુરત શહેર ખાતે સ્વચ્છતા અને જનજાગૃતિના સં
Surat


સુરત, 10 જૂન (હિ.સ.) : વિકસિત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે સુરત શહેર ખાતે સ્વચ્છતા અને જનજાગૃતિના સંદેશ સાથે સફાઈ અભિયાન યોજાયું હતું .“સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સુરત મેયર માયાબેન માવાણી, શહેર પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, પશ્રિમ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઓલપાડ ધારાસભ્ય કાંતિભાઈ બલર, સુરત ઉત્તર. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, લીંબાયત. અરવિંદભાઈ રાણા, સુરત પૂર્વ. સંદીપભાઈ દેસાઈ, ચોર્યાસી. પ્રવીણભાઈ ઘોઘારી કરંજ, વિનુભાઈ મોરવાડિયા કતારગામ, કુમાર ભાઈ કાનાણી વરાછા, મનુભાઈ પટેલ ઉધના, સ્ટેન્ડીગ ચેરમેન રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, ડે. મેયર સુધાકરભાઇ ચૌધરી, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી. શહેરના હોદ્દેદારો બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર પ્રમુખો, તથા સંગઠનના મહામંત્રી કરશન ભાઈ ગોંડલિયા દુર્ગા પ્રસાદ પાંડે,વિરલ ગિલિટવાળા, તથા કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પોતાના ગામ અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, બૂથ પ્રમુખઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા અને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બની સફાઈ અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

પ્રધાનમંત્રીના “સ્વચ્છ ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા તથા જનસહભાગિતાથી સ્વચ્છ અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande