મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેવા બદલ નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન
ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 જૂનના રોજ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ભારતના સૌથી લાંબા સમય સુધી લોકશાહીથી ચૂંટાયેલા અને સતત કાર્યરત પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. આ
Chief Minister Bhupendra Patel


ગાંધીનગર, 10 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 જૂનના રોજ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ભારતના સૌથી લાંબા સમય સુધી લોકશાહીથી ચૂંટાયેલા અને સતત કાર્યરત પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. આ સિદ્ધિ ભારતના લોકશાહી ઇતિહાસમાં રાજકીય લાંબાગાળાની નવી વ્યાખ્યા આપે છે. જો કે, બંને નેતાઓએ ભારતીય જનતાથી સતત મેન્ડેટ મેળવ્યું છે, તેમ છતાં તેમના શાસનકાળના માળખાકીય પરિસ્થિતિઓ એકબીજાથી સંપૂર્ણપણે જુદી હતી.પ્રધાનમંત્રી મોદીના શાસનકાળમાં રાજકારણ અત્યંત જટિલ અને ડિજિટલ રીતે જોડાયેલું છે, જ્યારે નહેરુના સમયમાં દેશમાં એકપક્ષીય દબદબો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદીને 12 વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન પાઠવતી પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “આદરણીય નરેન્દ્ર મોદીનો ભારતના યશસ્વી પ્રધાનમંત્રી તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે. અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી દેશમાં નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ની વિભાવના સાકાર થઈ છે. આપશ્રીના માર્ગદર્શનમાં ‘વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ. ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી પદના 12 વર્ષના સતત અને સફળ કાર્યકાળ બદલ અભિનંદન આપતો પત્ર પાઠવી રહ્યો છું.”

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande