ધુરંધર' મૂવી જોયા બાદ મજાક ખાતર બાળકે અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી
- સુરતના વેપારીના 12 વર્ષના દીકરાનું કારસ્તાન અમદાવાદ,10 જૂન (હિ.સ.) અમદાવાદ પશ્ચિમની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠી મળી હતી ધુરંધર'' મૂવી જોયા બાદ મજાક ખાતર બાળકે અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ
sports club in Ahmedabad


- સુરતના વેપારીના 12 વર્ષના દીકરાનું કારસ્તાન

અમદાવાદ,10 જૂન (હિ.સ.) અમદાવાદ પશ્ચિમની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠી મળી હતી ધુરંધર' મૂવી જોયા બાદ મજાક ખાતર બાળકે અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી હતી.

અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન હોવાનું સામે આવ્યું છે.

સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ 'ધુરંધર' મૂવી જોયા બાદ મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીભરી ચિઠ્ઠી લખી હતી.

બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, ત્યારબાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને BDDS દોડતા થયા હતા.

સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, 1 જૂને અમદાવાદમાં આવેલી સ્પોર્ટસ ક્લબમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી હતી. દાઉદ અને લશ્કર-એ-તોઈબાના ઉલ્લેખ સાથે પેન્સિલથી લખાયેલી ચિઠ્ઠીમાં 21 જૂને બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. જે રૂમમાંથી ચિઠ્ઠી મળી છે તે રૂમમાં ત્રણ વિદેશી નાગરિકો રોકાયા હોવાનું પણ સામે આવ્યું હતું.

સ્પોર્ટસ ક્લબના જે રૂમમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી હતી તે રૂમ પલક ડોકટરના રેફરન્સથી બુક કરાયો હતો. જેમાં 29મીએ વિદેશી વેપારીઓ રોકાયા હતા અને 30મીએ ચેકઆઉટ કર્યું હતું. આ રૂમ ખાલી થયા બાદ સફાઈકર્મીઓ જ્યારે સફાઈ કરી રહ્યા હતા, ત્યારે કબાટમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી હતી.

જે 3 વિદેશી વેપારીઓ રૂમમાં રોકાયા હતા તેઓ હજી ભારતમાં જ હોવાની વિગતો સામે આવી હતી. ધમકીભરી ચિઠ્ઠી મળી આવ્યા બાદ બોમ્બ સ્કવોડ, SOG, ડોગ સ્કવોડ સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બે કલાક સુધી તપાસ કર્યા બાદ કંઈ મળી આવ્યું ન હતું.

એસીપી એચ.એમ.કણસાગરાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એવી મળી હતી કે, સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર ડોક્ટર પલકના પિતા છે એ સાણંદમાં એક કેમિકલ બિઝનેસ ચલાવે છે. તેમના ધંધાના ભાગરૂપે તે તાન્ઝાનિયન ત્રણ સિટીઝન આવ્યા હતા અને એમને આ રેકોમેન્ડેશન થી ત્રણ રૂમ 117, 118 અને 119 આપવામાં આવ્યું હતું. એમાં કપૂફી ડોનેટસ ડેવિડ જે હતો એ રૂમ નં. 119માં એમને આપવામાં આવ્યો હતો.

આ જ્યારે 29 મેના ચેકિંગ કર્યું અને 30 મેના રોજ ચેકઆઉટ કર્યું હતું. ચેકઆઉટ કર્યા બાદ તે તેના ધંધાર્થે ચંદીગઢ અને દિલ્હી ગયા હતા. ત્યારે 1 જૂને જ્યારે ધ્યાનમાં આવ્યું કે ત્યારે ગંભીરતાને આધારે તપાસ કરવામાં આવી હતી. CCTV ચેક કરાયા, સર્વેલન્સ કોર્ટ તેમજ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ વેરઅબાઉટ મળ્યું હતું અને આ ચિઠ્ઠીમાં જે કર્સિવ લેંગ્વેજથી પેન્સિલથી લખાયું હતું, એ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કર્સિવ ઇંગ્લિશ ભાષા જાણતા હોય એવી જાણકારી મળી હતી.

એસીપી એ વધુમાં કહ્યું કે, પૂછપરછમાં પણ કોઈ માહિતી નહીં મળતા, ડિજીલોકર જે કંપનીનું હતું એ કંપનીના ટેક્નિકલના જાણકારને બોલાવવામાં આવ્યો હતો અને ડિજીલોકરનું ઓપન અને ક્લોઝનો એક લોગ નીકળ્યો હતો. એ ક્લોઝમાં છેલ્લે એવી જાણકારી મળી હતી કે ગત 24 મે, 2026ના રોજ આ ડિજીલોકર જે છે એ 10 થી 12 વખત ઓપન એન્ડ ક્લોઝ થયું હતું, ત્યારબાદ ક્યારેય પણ ઓપન કે ક્લોઝ થયું નથી. એટલે છેલ્લે 24 મેના આ ડિજીલોકર ક્લોઝ થયાની હકીકત જાણવા મળી હતી. તો તેના આધારે રૂમમાં કોણ રહ્યું હતું તેની તપાસ કરી હતી.

કણસાગરાએ જણાવ્યું હતું કે, કુશલ ભણશાલીના રેકોમેન્ડેશનથી શ્યામ ભણશાલીને સ્પોર્ટસ કબલમાં રૂમ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકની તેના માતા પિતાએ પૂછપરછ કરી તો જણાવ્યું કે, હા, અમે આ ઘૂરંધર પિક્ચર જોઈ અને ખાલી આ મજાક માટે લખ્યું હતું. પરંતુ બીજી લોકર જે છે એ લોક થઈ ગયું, એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખોલી શકાયું નહીં, જેથી નીકળી ગયા હતા. હાલમાં પૂછપરછના આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે. હવે મજાક-મજાકમાં તેના બાળકે ચીઠ્ઠી લખી અને માતા-પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળી છે.

છેલ્લે જે 24 મેના તારીખે કુશલ ભણશાલીના કહેવાથી આ રૂમ આપવામાં આવ્યો હતો, તે બાબતે એમના મેમ્બરશીપ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને અને ગંભીરતા ગણીને નારાણપુરા પોલીસ આ બાબતે રીપોર્ટ પણ કરશે. આ કામે આગળની તપાસના આધારે જે પણ થશે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande