આઠ મહિનાથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી ઝડપાયો, અમરેલી એલસીબીની કાર્યવાહી
અમરેલી, 11 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે,
આઠ મહિનાથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી ઝડપાયો, અમરેલી એલસીબીની કાર્યવાહી


અમરેલી, 11 જૂન (હિ.સ.) અમરેલી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે, વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર 11193053250244/2025 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી) અને 81 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે સતત ઠેકાણા બદલતો હતો. એલ.સી.બી. ટીમે મળેલી ચોક્કસ બાતમી, હકીકતની તપાસ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપી સુધી પહોંચીને તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલ આરોપીની ઓળખ શિવરાજ ઉર્ફે શિવભાઈ કનુભાઈ ધાખડા (ઉંમર 24 વર્ષ), રહેવાસી વડ ગામ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી તરીકે થઈ છે.

આરોપીની ધરપકડ બાદ તેને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અમરેલી એલ.સી.બી.ની આ કામગીરીથી ફરાર આરોપીઓ સામે પોલીસની સક્રિય કામગીરી વધુ એકવાર સાબિત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande