અંકલેશ્વરમાં વન વિભાગે 66 લાખના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
ભરૂચ 11 જૂન (હિ.સ.) અંકલેશ્વર નજીક આવેલા હાઇવે પરથી વન વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે સફળ છટકું ગોઠવીને વ્હેલ માછલીના અત્યંત કિંમતી એમ્બરગ્રીસ (વોમેટ/ઉલ્ટી)ના ગેરકાયદેસર વેચાણના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ત
અંકલેશ્વરમાં વન વિભાગે 66 લાખના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (વોમેટ) સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા


અંકલેશ્વરમાં વન વિભાગે 66 લાખના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (વોમેટ) સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા


અંકલેશ્વરમાં વન વિભાગે 66 લાખના વ્હેલ માછલીના એમ્બરગ્રીસ (વોમેટ) સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા


ભરૂચ 11 જૂન (હિ.સ.) અંકલેશ્વર નજીક આવેલા હાઇવે પરથી વન વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે સફળ છટકું ગોઠવીને વ્હેલ માછલીના અત્યંત કિંમતી એમ્બરગ્રીસ (વોમેટ/ઉલ્ટી)ના ગેરકાયદેસર વેચાણના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે નર્મદા ગેટ વિસ્તારમાં આવેલી એક હોટલ નજીક વોચ ગોઠવીને વ્હેલ માછલીના પ્રતિબંધિત ઉત્પાદન સાથે ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી આશરે 1.838 કિલોગ્રામ વજનનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાથમિક અંદાજિત કિંમત 66 લાખ જેટલી આંકવામાં આવી છે.

વન વિભાગે આ કિંમતી એમ્બરગ્રીસ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક કાર અને મોટરસાયકલ સહિત કુલ 66.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં આણંદ જિલ્લાના ધુવારણ ગામના મહેન્દ્ર રમેશ સિંધા, અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાન્ત પટેલ અને કમલકુમાર નટવરલાલ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ઓપરેશનની વિગતો મુજબ, આ પ્રતિબંધિત વ્હેલની ઉલ્ટી ભાવનગરથી લાવવામાં આવી હતી અને તેને વેચવા માટે આણંદના મહેન્દ્ર સિંધા નામના શખ્સે મુખ્ય વચેટિયાની ભૂમિકા ભજવી હતી. જોકે, આ ગેરકાયદેસર સોદાની ભણક મુંબઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સને મળી ગઈ હતી, જેથી ટીમના અધિકારીઓએ યોજનાબદ્ધ રીતે મહેન્દ્ર સાથે નકલી ગ્રાહક બનીને કરોડોનો સોદો નક્કી કર્યો હતો. આ ડિલિવરી આપવા માટે અંકલેશ્વર નજીક હાઇવે પર નર્મદા ગેટ હોટલ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, જ્યાં વન વિભાગે પહેલેથી જ ગોઠવેલા છટકામાં ત્રણેય આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.

અંકલેશ્વર વનવિભાગના અધિકારી જીતેશ રાણાના જણાવ્યા અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 (Wildlife Protection Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતી ગણાતું એમ્બરગ્રીસ છેક ભાવનગરમાં ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યું હતું, તેના સંભવિત ખરીદદારો કોણ હતા, તેમજ આ હેરાફેરી પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કે રેકેટ કાર્યરત છે કે કેમ તે તમામ દિશાઓમાં વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande