બોટાદ રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 જૂને ભરતીમેળાનું આયોજન, યુવાનોને રોજગારીની તક
બોટાદ, 11 જૂન (હિ.સ.) : બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. 15 જૂન, 2026ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો સવારે 11:00 કલાકે રાણપુર આઈ.ટી.આઈ
ભરતી મેળો ફાઇલ ફોટો


બોટાદ, 11 જૂન (હિ.સ.) : બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગારીની વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. 15 જૂન, 2026ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો સવારે 11:00 કલાકે રાણપુર આઈ.ટી.આઈ. ખાતે યોજાશે, જેમાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમેળામાં NTTF ટોયોટા કંપની, પરિશ્રમ પ્રાકૃતિક કૃષિ વિકાસ મંડળ તેમજ રાસ બેરીંગ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લેશે. કંપનીઓ દ્વારા ટ્રેઇની, એરિયા મેનેજર, મશીન ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક સાબિત થશે.

રોજગાર વિનિમય કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા જેવી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે.

ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી માટે anubandham.gujarat.gov.in વેબપોર્ટલ પર જઈ જરૂરી વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ પોર્ટલમાં લોગિન કરી જોબફેર મેનુમાં નોંધણી કરીને ભરતીમેળામાં ભાગ લઈ શકાશે.

ઉમેદવારોએ ભરતીમેળાના દિવસે આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો કચેરી સમય દરમિયાન સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande