સીબીઆઈએ ગણેશ બાલાસો કાલેને થાઇલેન્ડમાંથી પ્રત્યાર્પિત કર્યો
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)ને, સાયબર છેતરપિંડીના કેસમાં વૉન્ટેડ ફરાર આરોપી ગણેશ બાલાસો કાલેને થાઇલેન્ડમાંથી પ્રત્યાર્પિત કરવામાં ગુરુવારે સફળતા મળી છે. તેને 24 મેના રોજ બેંકોકમાં થાઇ અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હતો અને
વૉન્ટેડ ફરાર આરોપી ગણેશ બાલાસો કાલેને થાઇલેન્ડમાંથી પ્રત્યર્પિત કરાયો


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)ને, સાયબર છેતરપિંડીના કેસમાં વૉન્ટેડ ફરાર આરોપી ગણેશ બાલાસો કાલેને થાઇલેન્ડમાંથી પ્રત્યાર્પિત કરવામાં ગુરુવારે સફળતા મળી છે. તેને 24 મેના રોજ બેંકોકમાં થાઇ અધિકારીઓએ કસ્ટડીમાં લીધો હતો અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 જૂને ભારત મોકલવામાં આવ્યો હતો. સીબીઆઈના અધિકારીઓ આરોપીને લઈને આજે મુંબઈ પહોંચી ગયા.

સીબીઆઈએ જણાવ્યું કે, મુંબઈ પહોંચ્યા બાદ ગણેશ બાલાસો કાલેને મહારાષ્ટ્ર પોલીસની સાયબર સેલે પોતાની કસ્ટડીમાં લઈ લીધો. કાલે પર આરોપ છે કે, તેણે ઑનલાઇન પાર્ટ-ટાઇમ નોકરીનું લાલચ આપી લોકોને રોકાણના નામે પૈસા જમા કરાવ્યા અને બાદમાં તેમની સાથે છેતરપિંડી કરી. તે એક એવું નેટવર્ક ચલાવતો હતો, જેમાં નિર્દોષ લોકોને સામેલ કરીને તેમના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર માટે કરવામાં આવતો હતો.

આ ઉપરાંત તેણે સહ-આરોપીઓને મોબાઇલ ફોન અને નકલી સિમ કાર્ડની વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપી હતી. સીબીઆઈએ જણાવ્યું કે, કેસની તપાસ ચાલુ છે. વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને થાઇલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસના સહયોગથી રેડ કોર્નર નોટિસ જારી થયા બાદ, માત્ર 20 દિવસની અંદર આરોપીની શોધખોળ કરીને તેને ભારત લાવવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande