સુરતના વેસુ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ
સુરત, 11 જૂન (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌરવશાળી 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના તેમજ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ન્યુ સિટી લાઇટના સી.બી. પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે
Surat


સુરત, 11 જૂન (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌરવશાળી 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના તેમજ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ન્યુ સિટી લાઇટના સી.બી. પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે મેયર માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કોમન યોગ પ્રોટોકોલ (CYP) શિબિર યોજાઈ હતી. વહેલી સવારે ખુશનુમા માહોલમાં 4500થી વધુ શહેરીજનો યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા.

મેયર માયાબેને માવાણી એ જણાવ્યું હતું કે, 21મી જૂનને વૈશ્વિક સ્તરે 'વિશ્વ યોગ દિવસ' તરીકે ઉજવવાનું ભારતનું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે. યોગ થકી વિશ્વના દરેક નાગરિકના જીવનમાં સ્વાસ્થ્ય અને સદ્દભાવનાનો દીવો પ્રગટાવવાનું છે. વધુમાં કહ્યું હતું કે, આપણે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે ‘સુરત સોનાની મુરત’ છે. વેપાર, ઉદ્યોગ અને ખાણીપીણીમાં તો સુરત હંમેશા મોખરે રહ્યું જ છે. પણ આ સોનાની મુરત જેવા સુરતને અંદરથી, એટલે કે મનથી પણ સોના જેવું પવિત્ર અને તેજસ્વી બનાવવાનું કાર્ય 'યોગ' કરે છે. જો આપણું મન સ્વસ્થ હશે, તો આપણું સુરત વધુ સમૃદ્ધ અને વધુ સક્ષમ બનશે. યોગ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જડીબુટ્ટી છે.

આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની વૈશ્વિક થીમ ‘સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ’ (Yoga for Healthy Aging) નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે સુરત ખાતે યોજાનારી કોમન યોગ પ્રોટોકોલ શિબિરની થીમ ‘Yoga for Youth (યુવા શક્તિ માટે યોગ)’ હતી. આ થીમના માધ્યમથી યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે, સ્વસ્થ જીવનશૈલીનો વિકાસ થાય અને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશો પાઠવ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તથા અન્ય યોગ ક્રિયાઓનું તાલીમબદ્ધ માર્ગદર્શન અપાયું હતું.

આ પ્રસંગે શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ, ડે.મેયર સુધાકર ચૌધરી, એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીણા, શહેર સંગઠનના હોદ્દેદારો નગરસેવકો હાજર રહ્યા હતા સી. બી. પટેલ નવનિર્માણ એજ્યુકેશનલ કેમ્પસના આચાર્ય ડૉ. મોનિકા શર્મા તેમજ ડૉ. વિમલ રાઠી સહિત ઝોન કોર્ડિનેટર ડો.પારૂલબેન પટેલ, જિલ્લા કોર્ડિનેર નવનીત શેલડિયા, દિશા જાની, ક્રૃતિ બારડોલીયા, હિના ચાવડા યોગસાધકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande