એપીએસબીસીએલ ટ્રાન્સપોર્ટ કૌભાંડમાં ઈડી ના દરોડા, રોકડ અને લક્ઝરી સામાન જપ્ત
નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) આંધ્ર પ્રદેશ સ્ટેટ બેવરેજિસ કોર્પોરેશન લિમિટેડ (એપીએસબીસીએલ) પરિવહન કૌભાંડ મામલે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ, ગુરુવારે પાંચ સ્થળોએ દરોડા અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ કેસમાં સરકારી ખજાનાને આશરે 195.33 કરોડ રૂપિયાનું
પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)


નવી દિલ્હી, 11 જૂન (હિ.સ.) આંધ્ર પ્રદેશ સ્ટેટ બેવરેજિસ કોર્પોરેશન લિમિટેડ (એપીએસબીસીએલ) પરિવહન કૌભાંડ મામલે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ, ગુરુવારે પાંચ સ્થળોએ દરોડા અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ કેસમાં સરકારી ખજાનાને આશરે 195.33 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો, તેમજ પોતાને અને સહયોગીઓને ગેરકાયદેસર લાભ અપાવવાનો આરોપ છે.

ઈડીએ તપાસ દરમિયાન આઠ લાખ રૂપિયા રોકડા, રોલેક્સની બે ઘડિયાળો, પ્રીમિયમ વાહનો, વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ તપાસ અભિયાન મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.

ઈડીએ જણાવ્યું કે આરોપીઓએ પરિવહન કરારોમાં ગેરરીતિ અને હેરફેર કરીને સરકારી ખજાનાને નુકસાન પહોંચાડ્યું અને ગેરકાયદેસર નફો મેળવ્યો હતો. જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણોની તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કેસની વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande