ગૌટીમ્બામાંથી રૂ. 10.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પાટણ, 11 જૂન (હિ.સ.)રાધનપુર તાલુકાના ગૌટીમ્બા ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને એક રહેણાંક મકાનમાંથી રૂ. 10.51 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન કુલ 4,179 દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કરવામ
ગૌટીમ્બામાંથી રૂ. 10.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


પાટણ, 11 જૂન (હિ.સ.)રાધનપુર તાલુકાના ગૌટીમ્બા ગામમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને એક રહેણાંક મકાનમાંથી રૂ. 10.51 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન કુલ 4,179 દારૂની બોટલો અને બીયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હરેશભાઈ તેજાભાઈ નિરાશ્રિત ઠાકોરના ઘરે રેઇડ કરી હતી.

તપાસમાં કોઈ પાસ કે પરમિટ વિના સંગ્રહ કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર મળી આવતા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં હરેશભાઈ તેજાભાઈ નિરાશ્રિત ઠાકોર અને જેવતભાઈ કાંતિભાઈ નિરાશ્રિત ઠાકોર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી રાધનપુર પોલીસે તેમની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande